Welcome to NEWS TIMES LIVE   Click to listen highlighted text! Welcome to NEWS TIMES LIVE
સ્થાનિક સમાચાર

બરોડા ભારે વર્ષા માં 108 ખડે પગે

ભારે વરસાદ વચ્ચે વડોદરા 108 ઇમરજન્સી સેવા ખડેપગે; 3 દિવસમાં 730થી વધુ દર્દીઓને તાત્કાલિક સારવાર આપી... વડોદરા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ આરોગ્ય વિભાગની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી... છેલ્લા 3 દિવસ દરમિયાન વરસાદી પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમે સતત કાર્યરત રહીને કુલ 730થી વધુ ઇમરજન્સી કેસો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. જેમાં 131 કેસ સગર્ભા મહિલાઓને લગતા, 84 માર્ગ અકસ્માતના, 60 શ્વાસ લેવામાં તકલીફના, 55 હૃદયરોગ સંબંધિત અને અન્ય મેડિકલ ઇમરજન્સી કેસોમાં સમયસર પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી...

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!