
નંદન નીલેકણીના નેતૃત્વમાં પરીક્ષા સુધારા માટે હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના; પીએમ મોદીએ કહ્યું- ભવિષ્ય સાથે ચેડા કરનારા જેલમાં સડી રહ્યા છે.
PM Modi Paper Leak Law: દેશમાં તાજેતરમાં બનેલી NEET પેપર લીકની ઘટનાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવો સેલ્ફી વીડિયો સંદેશ જાહેર કરીને દેશના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. પીએમ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા જાહેરાત કરી છે કે, પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને કાયમ માટે રોકવા કાલે સંસદમાં એક કડક કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં પરીક્ષાઓ એકદમ પારદર્શક અને વિશ્વસનીય બને તે હેતુથી, જાણીતા ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીના નેતૃત્વમાં એક શક્તિશાળી ‘ટાસ્ક ફોર્સ’ની રચના કરવાનો પણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.




